Gujarati Nibandh Book PDF

‘Gujarati Nibandh Book’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gujarati Nibandh Book’ using the download button.

Gujarati Nibandh Book PDF Free Download

Gujarati Nibandh Book

૩૫. મહાત્મા ગાંધીજી

મહાત્મા ગાંધીજીનું નામ દુનિયાભરના મહા-પુરુષોમાં મોખરે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને ‘મહાત્મા ગાંધીજી’, ‘બાપુજી’ જેવાં લાડીલાં નામોથી ઓળખીએ છીએ. મહાત્મા ગાંધીજીનું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯ ના ઓક્ટોમ્બર માસની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો.

મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તૂરબા હતું. સૌ તેમને આદર સાથે ‘બા’ કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તૂરબા સાથે ગાંધીજીના લગ્ન થયાં હતાં. .

મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું. વકીલ થયા પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. એ સમયે આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો.

આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા. સ્વરાજય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં નદી સાબરમતીને કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યાં રહ્યા. મીઠા પર અંગ્રેજોએ કર નાંખ્યો. આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો. તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ યોજી. દાંડીકૂચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી : ‘સ્વરાજ લીધા વિના પાછો નહીં કરું.’

દાંડીકૂચ પછી તો અંગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડ્યા. તેમાં ૧૯૪૨માં અંગ્રેજોને પડકાર કર્યો: ‘ભારત છોડો’ આ આંદોલન મહત્ત્વનું છે. એ પ્રસંગે ગાંધીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા હતા.

આખરે અંગ્રેજોએ ભારત છોડ્યુ, અને સને ૧૯૪૭ના ઓગસ્ટ માસની પંદરમી તારીખે આપણને આઝાદી મળી. :

આપણા દેશની ગરીબાઈ જોઈ તેઓ માત્ર શરીર પર એક જ વસ ધારણ કરતા, એટલે કે માત્ર ધોતિયું જ ધારણ કરે, છાતી અને પીઠ ખુલ્લાં રાખે. સ્વાવલંબનને ઉત્તેજન આપવા તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી અને ખાદીના પ્રચારને તેમણે પોતાના જીવનમાં અગ્રતા આપી.

ગાંધીજી એ હિંદુ – મુસ્લિમની એકતા માટે, અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા. આમ, દેશના ભલા માટે તેમણે મહાન કાર્યો કર્યા. તેઓ ‘રાષ્ટ્રપિતા’ કહેવાયા. ગાંધીજી એ અંહિસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં

ઊતાર્યા હતા. અને આ ગુણો જ તેમનો જીવનસંદેશ હતો. ઈ.સ. ૧૯૪૮ના જાન્યુઆરી માસની ત્રીસમી તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. ત્યારે નાથુરામ ગોડશે નામના હત્યારાએ તેમનું ખૂન કર્યું. ગોળી વાગતાં ગાંધીજીના મુખમાંથી ‘હૈ રામ’ શબ્દ નીકળ્યા હતા.

ગાંધી બાપુની સમાધિ દિલ્હીમાં છે. તે‘રાજઘાટ’ના નામે ઓળખાય છે.

૩૩. પંદરમી ઑગષ્ટ (સ્વાતંત્ર્ય દિન)

પંદરમી ઓગષ્ટ એટલે સ્વાતંત્ર્ય દિન, લાંબા સમય સુધી અંગ્રેજીએ આપણા દેશમાં રાજ્ય કર્યું. આપણે પરતંત્ર હતા, ગુલામ હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્નો કર્યાં. સ્વાતંત્ર્ય મેળવવા કેટલાય શહીદો થયા.

સને ૧૯૪૭ના ઓગષ્ટમાસની પંદરમી તારીખે આપણે આઝાદી હાંસલ કરી. આ દિવસેને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવીએ છીએ. આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે.

પંદરમી ઓગ્યે અત્યંત મહત્ત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. તેઓ પ્રજાજોગ સંદેશો પાઠવે છે.

આપણાં શહેરોમાં તથા ગામે ગામ ધ્વજવંદનનો કાર્યક્રમયોજવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે.

પંદરમી ઓગષ્ટને દિવસે પ્રભાતફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશભક્તિનાં ગીતોનું ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રીએ જાહેર સંસ્થાઓની ઈમારતોને રોશનીથી શણગારવામાં આવે છે.

ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે.

દરેકને રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ.

૩૧. રક્ષાબંધન

શ્રાવમ માસને તહેવારોનો મહિનો કહે છે. શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બળેવનો તહેવાર ઊજવવામાં આવે છે.

કાચા સૂતરના ધાગાની રાખડી હોય છે. તેમાં રેશમના ફૂમતા વચ્ચે મોતી હોય છે હવે તો કલાત્મક રીતે રાખડીઓ બનાવવામાં આવે છે. બહેન ભાઈને હાથે રાખડી બાંધવા ઉત્સુક છે, ભાઈ બહેન પાસે રાખડી બંધાવવા ઉત્સુક હોય છે.

વહેલી સવારે રક્ષાબંધનની વિધિ કરવામાં આવે છે. બહેન ભાઈના કપાળમાં કુમકુમ તિલક કરે છે, અક્ષત ચોઢે છે. એ પછી તે ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને ગોળ ખવડાવે છે.

હવે ગોળને બદલે પેંડો ખવડાવે છે. બહેન ભાઈને અંતરના આશિષ આપે છે. આ પછી ભાઈ બહેનને તેની રક્ષા કરવા તથા તેને દુઃખ કે સંકટ વેળાએ મદદ કરવાની ખાતરી આપે છે. તે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે બહેનને ભેટ આપે છે.

જેને ‘વી૨૫સલી’ કહે છે. આમ, રક્ષાબંધન એ ભાઈબહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે.

આ દિવસે બ્રાહ્મણો પૂજાવિધિકરી જનોઈને બદલે છે. ઘણાં સ્થળે બ્રાહ્મણો નદીકિનારે જઈને જનોઈ બદલવાની વિધિ કરતા હોય છે. ‘રક્ષાબંધન’ના તહેવારને બળેવ પણ કહે છે. આ દિવસે નાવિકો સમુદ્રની પૂજા કરે છે. તેઓ સમુદ્રને નાળિયેરથી વધાવે છે. તેથી તેને

Language Gujarati
No. of Pages7
PDF Size1 MB
CategoryEducation
Source/Creditsdrive.google.com

Related PDFs

Gujarati Nibandh Book PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!