ઝવેરચંદ મેઘાણી ના ચારણ સાહિત્ય – Zaverchand Meghani Literature Book PDF Free Download

ચારણી સાહિત્ય અને કાવ્યો
સારઠને જેમ રાજસ્થાની ચારણા પાતાનુ પિયર કહે છે, તેમ સારઠના ચારણી સાહિત્યનુ પિયર રાજસ્થાની લાંમાં વીરકાવ્યા ચારણી સાહિત્ય ગણાય.
ડિંગળ–કવિતાની પ્રોટી સારડે રાજસ્થાન પાસેથી જ અપનાવી છે. વિદ્વત્તા પણ તેમની જ અહીં સ્વીકારાઇ છે. એટલે પહેલાં તે આપણે રાજસ્થાની ચારણી સાહિત્યના ઊડતા પરિચય કરી લેવા રહે છે.
ત્યાંના વિવેચકાએ રાજસ્થાની ચારણીસાહિ ૫ના બે વિભાગો પાડેલ છે. એક ડિંગળ સાહિત્ય, બીજું સાધારણ એલીનુ સાહિત્ય.
ડિંગળમાં (૧) વીર–પ્રશસ્તિનાં સુદી કાવ્યા, (૨) પુરાણા શાસ્ત્રોને આધારે રચાયેલાં પ્રભુલીલાનાં તેમ જ ભક્તિનાં આખ્યાન કાવ્યા, અને નાનાં નાનાં બિરદાવણુ ‘ગીતા’ ( જે વસ્તુતઃ ગેય ગીતા નથી તે સ્પષ્ટીકરણ આગળ કર્યું” છે.)
આ વીર–પ્રશસ્તિનાં તેમજ પ્રભુવિષયક દીર્ધકાગ્યેા ( મહાકાગ્યે કહી શકીએ ? ) માં એની ગુણવત્તા માટે સુવિખ્યાત આટલાં છે—
શ્રીધર કૃત રણમલ્લ છંદ; રચનાકાળ સંવત ૧૯૫૪ આસ પાસને. જેમાં ડરના રાડેડ રાણા રણમલે પાટણના સુબેદાર જફરખાં પર મેળવેલ વિજયની વીરશ્રી વર્ણવાઈ છે.
ચારણુ સૂજો નાગરાજ કૃત રાઉ જાતસી–ઉ છંદ ( રાવ જૈતસિંહના છંદ): રચનાકાળ સ. ૧૬૫૧ આસપાસ.
આમાં હુમાયુન બાદશાહના બાંધવ કામરાને બિકાનેર પર આક્રમણ કર્યું અને રાવ જૈસીને હાથે હાર ખાધી તેનું પ્રૌઢ અને તેજસ્વી વાણીમાં વર્ણન છે.
ચારણી છંદ પાધડી (પી)માં વિક્રમ શીલ પગલે વહેતી એની કાવ્યવાણીનો એક જ ટુકડા નિહાળીએ-
ચારણ-કન્યા
(1928, ‘વેણીનાં ફૂલ’માંથી)
સાવજ ગરજે!
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે.
ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે.
થર! થર! કાંપે!
વાડામાં વાછડલા કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે!
કેવી એની આંખ ઝબૂકે!
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે.
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચાં ફાડે
જોગી જાણે ગુફા ઉઘાડે
જમરાજાનું દ્વાર ઉઘાડે
પૃથ્વીનું પાતાળ ઉઘાડે
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે.
ઊભો રે’જે!
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા! તું ઊભો રે’જે!
ભૂખમરા! તું ઊભો રે’જે!
ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ-કન્યા!
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા.
ભયથી ભાગ્યો!
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
આગે કદમ
(1931, ‘યુગવંદના’માંથી)
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો! ફનાના પંથ પર આગે કદમ!
આગે કદમ: પાછા જવા રસ્તો નથી;
રોકાઓ ના — ધક્કા પડેછે પીઠથી;
રોતાં નહિ — ગાતાં ગુલાબી તૉરથી:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
બેસી જનારા! કોણ દેશે બેસવા!
આ હર ઘડી સળગી રહ્યાં યુદ્ધો નવાં;
આશા ત્યજો આરામ-સેજે લેટવા:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
આગે કદમ! દરિયાવની છાતી પરે!
નિર્જળ રણે, ગાઢાં અરણ્યે, ડુંગરે;
પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
રહેશે અધૂરી વાટ, ભાતાં ખૂટશે;
પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે;
રસ્તે, છતાં, ડૂકી જવાથી શું થશે?
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
આવે ન આવે સાથીઓ સાથે છતાં,
ધિક્કાર, બદનામી, બૂરાઈ વેઠતાં,
વૈરીજનોનાં વૈરનેયે ભેટતાં:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
ક્યાં ઊભશો! નીચે તપે છે પથ્થરો:
બાહેર શીતળ, ભીતરે લાવા ભર્યો;
અંગાર ઉપર ફૂલડાં શીદ પાથરો!
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
આ તો બધા છેલ્લા પછાડા પાપના;
હોશે ખતમ — જો ભાઈ ઝાઝી વાર ના!
પૂરી થશે તારીય જીવનયાતનાઃ
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
જ્વાલામુખીના શૃંગ ઉપર જીવવા
તેં આદરી પ્યારી સફર, ઓ નૌજવાં!
માતા તણે મુક્તિ-કદંબે ઝૂલવા:
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
આગે કદમ! આગે કદમ! આગે કદમ!
યારો! ફનાના પંથ પર આગે કદમ!
ઝવેરચંદ મેઘાણી ના બધા કાવ્યો વાંચવા માટે તેની મુખ્ય વેબસાઈટ પર અહી થી જાવ
Author | ઝવેરચંદ મેઘાણી- Zaverchand Meghani |
Language | Gujarati |
No. of Pages | 225 |
PDF Size | 11.3 MB |
Category | Poetry |
ઝવેરચંદ મેઘાણી ના કાવ્યો – Zaverchand Meghani Poems Book PDF Free Download