વૈભવ લક્ષ્મી વ્રત કથા અને પૂજા વિધિ | Laxmi Vrat Katha PDF In Gujarati

‘વૈભવ લક્ષ્મી વ્રતની કથા’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Vaibhav Laxmi Vrat Katha Gujarati’ using the download button.

વૈભવ લક્ષ્મી વ્રત કથા – Lakshmi Vrat Katha PDF Free Download

વૈભવ લક્ષ્મી વ્રત પૂજા વિધિ

કોઈ પણ શુક્રવારથી નાનાં-મોટાં કુમાર કુમારિકાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ-પુરુષો બધા જ આ વ્રત કરી શકે છે.

સવારે નાહી ધોઈ વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી, ઘીની જ્યોત આગળ મહાલક્ષ્મી સ્તવનનો પાઠ કરવો અને મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, ગજલક્ષ્મી અને પદ્માવતી જેવાં લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપોમાંથી આપણને મનગમતા સ્વરૂપનું ધ્યાન ધરવું.

શુક્રવાર આવે ત્યારે, સંધ્યાટાણે પાટલા કે બાજોઠ ઉપર લાલ કપડાનું આસન-ટૂકડો પાથરવો.

તેના ઉપર ચોખાની ઢગલી કરી, તેમાં ત્રાંબાનો ભરેલો કળશ મૂકવો. કળશ ઉપર એક વાટકી મૂકવી. આ વાટકીમાં દૂધમાં ધોઈ પાણીથી સ્વચ્છ કરી સોના કે રૂપાનું ઘરેણું મૂકવું. ઘરેણું ન હોય તો રોકડો રૂપિયો મૂકવો.

કળશની પાછળના ભાગમાં લક્ષ્મીદેવીની છબી અથવા તો શ્રી યંત્ર ગોઠવવો. તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી, ધૂપ સળગાવવો, છબી અથવા શ્રી યંત્રનું અક્ષત-ચોખા કુંકમ, હળદર તથા લાલ પુષ્પોથી પૂજન કરવું.

બે હાથે નમસ્કાર કરી ઘરેણાં કે રૂપિયાને પણ કુંકમ અને હળદરના છાંટા નાખવા. તે પછી નીચેના બે અથવા એક સ્તવનનો પાઠ કરવો.

વ્રત નું મહત્વ

આ વ્રત કરવાથી સાત, અગિયાર કે એકવીસ શુક્રવાર સુધીમાં મનોકામના પૂર્ણ થાય છે. જો તેટલા સમયમાં મનોકામના પૂરી ન થાય તો જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક વ્રતનું આચરણ કરવું. ઈચ્છા પૂરી થયે વ્રતનું ઉજવણું કરવું. વિધિ વાર્તામાં આપેલી છે.

વૈભવ લક્ષ્મી વ્રત કથા

પદ્માવતી નામે એક મોટું નગર હતું. અહીં અઢારે વર્ણના લોકો સુખપૂર્વક રહેતાં હતા. આ નગરમાં બે બહેનપણીઓ રહે. એકનું નામ વૈભવ અને બીજીનું નામ લક્ષ્મી.

બન્ને સાધારણ સ્થિતિનાં હતાં. જેમતેમ કરી ઘર ચલાવે. લક્ષ્મીને ત્યાં દાળશાક કર્યાં હોય તો વૈભવ લઈ આવે અને વૈભવને ત્યાં દાળશાક કર્યા હોય તો લક્ષ્મી લઈ આવે. બન્નેમાં એટલું તો હેત કે અજાણ્યા તો એમને સગી બહેનો જ માને.

ઈશ્વરનું નિર્માણ કેવું કે, બન્નેનાં જીવન નામ કરતાં ઉલટાં હતા. લક્ષ્મીને ત્યાં લક્ષ્મી નહીં અને વૈભવને ત્યાં વૈભવ નહીં ! બન્ને સખીઓ રાત્રે વાળું કરીને બેસે અને સુખ દુઃખની વાતો કરી ‘હાશ’ અનુભવે.

એક દિવસ લક્ષ્મી પાણી ભરવા કૂવા કાંઠે ગઈ, ત્યાં એક પાણીઆરી સાથે પોતાની આપવીતીની વાતો કરવા લાગી.

વાતવાતમાં પાણીઆરીએ કહ્યું : “બહેન ! તું નાહક દુઃખ ભોગવે છે. વૈભવલક્ષ્મીનું વ્રત કર, સૌ સારાંવાનાં થશે. મારી સ્થિતિ તો તારા કરતાંય ભૂંડી હતી, પણ આ વ્રતના પ્રતાપે હવે મને પૈસા- ટકાનો અભાવ રહ્યો નથી”.

લક્ષ્મીએ પૂછ્યું : ‘બહેન ! એ વ્રત શી રીતે થાય ?’

પાણીઆરી બોલી : ‘બહેન ! આ વ્રત તો સાવ સહેલું છે. શુક્રવાર આવે ત્યારે, સંધ્યાટાણે પાટલા કે બાજોઠ ઉપર લાલ કપડાનું આસન-ટૂકડો પાથરવો. તેના ઉપર ચોખાની ઢગલી કરી, તેમાં ત્રાંબાનો ભરેલો કળશ મૂકવો. કળશ ઉપર એક વાટકી મૂકવી. આ વાટકીમાં દૂધમાં ધોઈ પાણીથી સ્વચ્છ કરી સોના કે રૂપાનું ઘરેણું મૂકવું. ઘરેણું ન હોય તો રોકડો રૂપિયો મૂકવો.’

કળશની પાછળના ભાગમાં લક્ષ્મીદેવીની છબી અથવા તો શ્રી યંત્ર ગોઠવવો. તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી, ધૂપ સળગાવવો, છબી અથવા શ્રી યંત્રનું અક્ષત-ચોખા કુંકમ, હળદર તથા લાલ પુષ્પોથી પૂજન કરવું.

બે હાથે નમસ્કાર કરી ઘરેણાં કે રૂપિયાને પણ કુંકમ અને હળદરના છાંટા નાખવા. તે પછી નીચેના બે અથવા એક સ્તવનનો પાઠ કરવો.

સ્તવન

શોભી રહી જે લાલ કમળે, સૂર્યશી તેજસ્વિની,

ધારણ કરે જે રક્તવર્ણી, લાલ વસ્ત્ર હરિ-સખી,

પ્રગટી સ્વયં ક્ષીરસાગરેથી વિષ્ણુની ગૃહસ્વામીની,

રક્ષા કરો ! હે ભગવતી ! હે લક્ષ્મી ! હે પદ્માવતી !

સંસ્કૃત સ્તવન

યા રક્તાંબુજરાશિની વિલસિની, ચડાંશું તેજસ્વિની,

યા રક્તા રૂધિરાંબરા હરિસખી, યા શ્રી મનોહ્લાદિની.

યા રત્નાકર મંથના પ્રગટિતા, વિષ્ણો સ્વયાગેહિની.

સા મા પાતુ મનોરમા ભગવતી,લક્ષ્મીશ્ર પદ્માવતી.

આ પ્રમાણે બંને અથવા બંનેમાંથી એક સ્તવન બોલી નમસ્કાર કરવા.

જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે એક શ્રીફળ વધેરી દૂધની ખીરનું નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને કુમરિકાઓ અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓને પાંચ અથવા સાત પુસ્તકો વહેંચવા.

‘ભલે’ કહી લક્ષ્મી પાણીની હેલ લઈને ઘરે ગઈ અને પાણીઆરીના કહ્યા પ્રમાણે શુક્રવાર આવ્યો, ત્યારે વ્રતનો પ્રારંભ કર્યો. તેની પાસે સોના-ચાંદીના ઘરેણા તો ન હતાં.

તેથી વાડકીમાં રૂપિયો મૂકી પૂજન કર્યું અને વૈભવ-લક્ષ્મીની વાર્તા વાંચી. દીવાની જ્યોત તથા મહાલક્ષ્મીને નમસ્કાર કરી વ્રત પુરું કર્યું. આ પ્રમાણે લક્ષ્મીએ છ શુક્રવાર કર્યાં.

સાતમા શુક્રવારે તેને રૂપાનાં સાંકળાં સાંભરી આવ્યાં.

સાંકળા તેના પિયરમાંથી આપેલાં હતાં. પણ તેનો જુગારી અને વ્યસની પતિ વિષ્ણુ વેચી ન ખાય. એટલે તેણે સંતાડીને મૂકી દીધાં હતાં.

તે કાઢી લાવી અને વાટકીમાં પધરાવી પૂજન પુરું કર્યું. નામ વિષ્ણુ હતું. તે અઠંગ જુગારી અને વ્યસની હતો. પરંતુ બુદ્ધિશાળી અને ચપળ હતો.

કમાતો ખરો, પરંતુ બધી કમાણી કૂટેવોમાં વાપરી નાંખતો. રખડતો રખડતો મોડી રાતે ઘરે આવે. ઘેનમાંને ઘેનમાં ખાઈને સૂઈ જાય.

લક્ષ્મી સચેત હતી. તેને થયું, કે જો મારાં સાંકળા તેઓ માગશે તો મારે આપવાં પડશે, માટે જમીનમાં સંતાડી દઉં. તે કોશ લઈ ઓરડાનો ખૂણો ખોદવા બેઠી.

થોડુંક ખોદ્યું ત્યાં તો તેની કોશ ખણણણ કરતી કોઈ વાસણ સાથે અથડાઈ. ઉતાવળે તેણે ખોદ્યું તો અંદરથી ત્રાંબાની ગાગર નીકળી.

ગાગરમાં જુએ છે તો સોનાનાં ઘરેણાં અને સોનાનાણુ ! એ તો જોઈને ચકિત થઈ ગઈ અને આ બધું પાછું એજ ખૂણામાં દાટી દીધું.

સવારે જ્યારે વિષ્ણુ નિત્યકર્મથી પરવારી બેઠો હતો, ત્યારે તેણે ધીમેથી કહેવા માંડ્યુ : નાથ ! દિવસે-દિવસે આપણા ઘરની હાલત બગડતી જાય છે. બાળકો પણ ફાટેલે લૂગડે ફરે છે. કોઈ વેપાર ધંધો કરો તો સારું.’ પૈસા ટકાની વ્યવસ્થા તો મહાલક્ષ્મીની કૃપાથી થાય તેમ છે. પરંતુ તમારી કૂટેવો છૂટે તો કોઈ પૈસો ટકો ધીરે, તે વિના કોણ આપે ?’

‘લક્ષ્મી ! હું કામધંધો કરી શક્તો નથી. તેથી જ કંટાળીને વ્યસનન કરું છું. જો મને ધંધો કરવા જેટલા રૂપિયા મળે તો હું આપણા બાળકોના સોગંદ ખાઈને કહું છું કે, કદાપિ ખોટે માર્ગે નહીં જાઉં.’

‘નાથ ! મને તમારી બુદ્ધિ ઉપર અને તમારા અડગ નિશ્ચય ઉપર વિશ્વાસ છે જ. તમે કદી જૂઠું બોલ્યા નથી, તો જૂઠા સોગંદ શી રીતે ખાવ? જ્યારે તમે વ્યસન કર્યું છે કે જુગાર રમ્યા છો, ત્યારે તે વાત પણ ખરેખરી મને કહી જ દીધી છે.

તમે મારાથી કદી કશું છૂપાવ્યું નથી. તો નાથ ! સાંભળો, હું સાત શુક્રવારથી મા વૈભવ-લક્ષ્મીનું વ્રત કરું છું. ગઈ કાલે સાતમો શુક્રવાર હતો.

તમારાથી હું મારું રુપાનું સાંકળું છૂપાવવા ભોંય ખોદવા ગઈ, ત્યાં ભોંયમાંથી મને એક દાગીના ભરેલી ગાગર મળી ! એમ કહી લક્ષ્મી ઓરડામાં ગઈ અને પેલી ગાગર કાઢી લાવી.

વિષ્ણુ તો ગાગર જોઈને આભો જ બની ગયો. એ લક્ષ્મી સામે ક્યાંય સુધી તાકી રહ્યો. તેણે કહ્યું : ‘લક્ષ્મી ! મને આ કોઈ દેવી કૃપાનું પરિણામ લાગે છે.’

‘હા નાથ! આ મા લક્ષ્મીની અપાર કૃપાનું જ ફળ છે.’ લક્ષ્મીએ કહ્યું અને ગાગર વિષ્ણુને આપી. વિષ્ણુ બે મહોરો લઈને નગરમાં ગયો. ત્યાં મહોરો વેચીને બાળકો માટે લુગડા-લત્તાં અને થોડાંક વાસણ-કુસણ લઈ આવ્યો.

વૈભવે આ બધી વસ્તુઓ જોઈ લક્ષ્મીને એકાન્તમાં પૂછ્યું : ‘બહેન ! આ બધું શાથી બન્યું ?’

લક્ષ્મીએ કહ્યું : વૈભવ ! તે ન પૂછ્યું હોત તો પણ હું કહેવાની જ હતી. મને આ સંપત્તિ મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. હું સાત શુક્રવારથી વૈભવ-લક્ષ્મી વ્રત કરું છું. વૈભવ બોલી : ‘બહેન ! એ વ્રત શી રીતે થાય ? મને શીખવો તો હું પણ કરું.’

લક્ષ્મીએ પોતાની સખી વૈભવને વ્રત તથા વિધિ શીખવાડ્યાં. શુક્રવાર આવતાં જ વૈભવે વૈભવ-લક્ષ્મી વ્રત વિધિ સાથે કર્યું. બીજે દિવસે પોતાના પતિ હિરને બધી વાત કરી.

હિર તો કરિયાણાના ધંધામાં ગદ્ધાવૈતરૂં કરતો. શેઠ પેટ પૂરતો પગાર પણ આપતો નહીં. તે ધંધામાં જાણકાર બની ગયો હતો, પરંતુ મૂડી વિના ધંધો શી રીતે થાય !

હિર વૈભવ સાથે વાતો કરતો હતો, તેવામાં વિષ્ણુ ત્યાં આવ્યો અને કહ્યું : ‘હરિભાઈ ! હવે તમે કહો તો આપણે કરિયાણાની હાટડી કરીએ. મૂડીની ચિંતા ન કરશો.’હરિભાઈ અને વિષ્ણુભાઈ બંને મિત્રો એકમત થયા અને કરિયાણાની હાટડી ચાલુ કરી.

બંને મિત્રો ધંધામાં પૂરતું ધ્યાન આપતાં. લક્ષ્મી અને વૈભવ પણ ઘરકામથી પરવારી હાટડીમાં વસ્તુઓની ઝાડઝપટ કરવા જતાં, અનાજ કે મસાલાનો એક દાણો નિરર્થક જવા દેતાં નહીં.

બંને મિત્રો પરિશ્રમ કરીને ઘણું કમાયા. તે પછી તેમણે કાપડની હાટડી કરી. કાપડમાંથી કમાણી કરીને હવે તે સોના ચાંદીના ધંધામાં પડ્યા.

તેમની પ્રમાણિકતાના લીધે દેશ-દેશાવરમાં તેમની ખ્યાતિ ફેલાવા લાગી. દૂર દૂરથી આડતિયા પણ તેમને ત્યાં આવવા લાગ્યા. બંને મિત્રોના ઘરમાં કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં.

વૈભવ બહેનને બે દીકરા હતા. આ બંને દીકરા સારા ગુણ મેળવી પાસ થયા. લક્ષ્મી બહેનને એક દીકરો અને એક દીકરી હતી.

દીકરો સારા ગુણ મેળવી પાસ થયો અને દીકરીનું પણ એક ઝવેરીના દીકરા સાથે વેવીશાળ થયું. વ્રતના પ્રતાપે વૈભવને ત્યાં લક્ષ્મીની મણા રહી નહીં અને લક્ષ્મીને ત્યાં વૈભવની ઉણપ રહી નહીં. આવો વૈભવ-લક્ષ્મી વ્રતનો પ્રભાવ છે.

આ વ્રત જેવું બંને બહેનપણીઓને ફળ્યું તેવું સૌને ફળજો.

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ7
PDF સાઇઝ0.13 MB
Categoryવ્રતકથાઓ, Goddess Laxmi

Related PDFs

वैभव लक्ष्मी व्रत कथा हिंदी PDF

दिवाली लक्ष्मी कथा पूजा विधि PDF

વૈભવ લક્ષ્મી વ્રત કથા – Laxmi Vrat Katha PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!