લોકમાન્ય અબ્રાહમ લિંકન | Lokmanya Abraham Lincoln PDF

લોકમાન્ય અબ્રાહમ લિંકન – Lokmanya Abraham Lincoln Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

તેનો બાંધો મજબૂત ન હતો. પુત્રને ૯ વર્ષનો મૂકી તે મરણ પામી. કિશોર લિંકન ખેતરની જિન્દગીમાં મોટા થયા. તેઓ ઘણો સમય જંગલ સાફ કરવામાં, જમીન ખેડવામાં, અનાજ વાવવામાં, અને વાડ માટે લાકડાં ફાડવામાં ગાળતા.

તેમનાં અંગો ખૂણિયાવાળાં બન્યાં પણ કાંડ બાવડાં મજબૂત બન્યાં. તેમનું રીતસરનું નિશાળનું ભણતર બહુ ઓછું થયું—બધું થઈને એકાદ વરસ જેટલું પણ માંડ થયું હશે.

પણ તેઓ જ્ઞાનના ભૂખ્યા હતા એટલે દિવસની મહેનત પછી રાતે તેઓ વાંચતા અને શાખતા. તેઓ એક પાટિયા પર દાખલા ગણતા ને પછી ભૂંસી નાખતા અને એ રીતે ગણિત શીખ્યા.

તેઓ પાડોશીઓ પાસેથી પુસ્તકો માગી, લાવતા. પાછળથી એક મિત્રને એમણે કહેલું : “ ૫૦ માઇલના ગાળામાં જે જે ચોપડીઓ હોવાની મને ખબર પડી તે બધી મેં બાળપણમાં તેઓ સરહદ પાસે મોટા થયા.

વાંચી નાખી હતી.” તેમની અપર માએ અને તેમના પિતાએ તેમની જ્ઞાનપિપાસાને ઉત્તેજન આપ્યું. ૧૯ વર્ષની વયે આ યુવાન સરહદી માણસના વિચારો બહારની દુનિયા તરફ વળ્યા.

એક હોડીમાં બેસીને અથાહમ લિંકન મિસિસિપી નદીમાં ૧૮૦૦ માઈલનો પ્રવાસ કરી ન્યૂ ઑલઅન્સ પહોંચ્યા. ઇલિનોંય પાછા ફરી તેમણે ખેતર છોડયું અને ૧ સાલેમ તરફ પ્રયાણ કર્યું.

ત્યાં જઈ નાનાંનાનાં કામ કરીને, મોજણી કરીને, દુકાને બેસીને તેમણે ગુજરાન ચલાવ્યું અને તે બધો વખત કાયદાનો અભ્યાસ કર્યો. એક દુકાનના ભાગીદારે દેવાળું કાઢ્યું ત્યારે લિંકને પોતે એનું મોટું દેવું માથે લઈ લીધું અને ૧૫ વર્ષ પછી ભરપાઈ કર્યું.

લિંકન હંમેશાં લોકોમાં પ્રિય હતા એટલે તેમને વિરોધી ઈન્ડિયનો સામે લડવા માટે ઊભી કરેલી સ્થાનિક લોકસેનાના નાયક બનાવવામાં દુનિયામાં પોતાની મેળે જ પોતાનો રસ્તો કરતાં એ શીખ્યા.

તેઓ સરસ રીતે વાર્તા કહી શકતા અને જાહેર ચર્ચામાં ઝળકી ઊઠતા. તેમના મિત્રોએ તેમને જાહેર પદ માટે ચૂંટણીમાં ઊભા રહેવા પ્રેર્યા. ૨૩ વર્ષની વયે લિંકન રાજયની ધારાસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા અને હાર્યા.

તે પછીની ૧૮૩૪ની ચૂંટણીમાં પણ એ ઊભા રહ્યા અને જીત્યા, રાજ્યના પાટનગરમાં રહેવા ગયા ત્યારે એમની સ્થિતિ એટલી ગરીબ હતી કે કોઈના માગી લીધેલા ઘોડા પર બેસી બે ‘છાલકામાં પોતાનો સામાન નાખી જવું જમવું પડ્યું.

લેખક
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ20
Pdf સાઇઝ1.6 MB
Categoryઆત્મકથા(Biography)

લોકમાન્ય અબ્રાહમ લિંકન – Lokmanya Abraham Lincoln Book/Pustak Pdf Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!