ભાખરીયો સોમવાર મહાદેવની વ્રત કથા PDF

Bhakhariya Somwar Vrat Katha In Gujarati PDF Free Download

ભાખરીયો સોમવાર વ્રતની પૂજા વિધિ

શ્રાવણ માસના પહેલા સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો. વ્રત કરનારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો ભગવાન શંકરને ચઢાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી.

ભાખરીઆ સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું, એક અથવા બે ભાખરીનું એકટાણું ભોજન કરવું.

શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું.

પ્રત્યેક સોમવારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો મહાદેવજીને ચડાવવાં અને મહાદેવજીનું પૂજન કરવું. ભાખરીઆ સોમવારની વારતા સાંભળ્યા પછી જ એકટાણું કરવું.’

પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી. તેમાંથી એક ભગવાનને નૈવેધ ધરાવવી, બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી.

કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન આપવું.

ભાખરીયો સોમવારની વ્રત કથા

ઘણા સમય પહેલાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો. તે સર્વ શાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો. તે વિદ્વાન હતો એટલું જ નહિ, પરોપકારી પણ હતો.

તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી. તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી. બ્રાહ્મણ ભિક્ષા માગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો.

કોઈ દીન દુઃખિયું આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી, ભગવાનને નૈવેધ ધરાવી પોતે જમતો.

બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંયે દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં. કોઈ કોઈવાર તો પતિ-પત્નીને ભાગે પ્રસાદી જેટલું જ ભોજન આવતું.

આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો. જો એકલો હોત તો તે ક્યારનોય પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જાય ?

બે દિવસથી તો તેને નામની જ ભિક્ષા મળતી. આજે તો તે સાવ ભૂખ્યો હતો. કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો ! મંદિરની પાસે એક તળાવ હતું.

તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું. તેમાં જાતજાતનાં કમળો ખીલેલાં હતાં.

બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યાં અને બે હાથ જોડી પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યો. ત્યાં ભગવાન સોમેશ્વર તેને ઘરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા.

તેમણે કહ્યું :‘હે સોમશર્મા ! તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે ?’

સોમશર્માએ કહ્યું : ‘મહારાજ ! મને એની કાંઈ સમજણ પડતી નથી. હું કોઈની ઇર્ષા પણ કરતો નથી, આમ છતાં ભગવાનની મારા ઉપર દયા નથી.’ આટલું કહેતામાં સોમશર્માની આંખમા આંસુ આવી ગયાં !

પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતાં કહ્યું : ‘તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહિ. તારું દુઃખનું કારણ તારા ગયા ભવનાં કર્યો છે.

તું વિધિપૂર્વક ભાખરીઆ સોમવારનું વ્રત કર. જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે.

પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તાસ ભોગવતા હતા, ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું. જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી.’

સોમશર્માએ પૂછ્યું : ‘મહારાજ ! ભાખરીઆ સોમવારનું વ્રત શી રીતે થાય ? એ મને કૃપા કરીને કહો !’

ભગવાન સોમેશ્વર બોલ્યા : શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું.

પ્રત્યેક સોમવારે ત્રણ, પાંચ કે સાત બીલીપત્રો મહાદેવજીને ચડાવવાં અને મહાદેવજીનું પૂજન કરવું. ભાખરીઆ સોમવારની વારતા સાંભળ્યા પછી જ એકટાણું કરવું.’

પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવવી. તેમાંથી એક ભગવાનને નૈવેધ ધરાવવી, બે દાનમાં આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી.

કારતક મહિનાની અજવાળી ચૌદશે વ્રતનું ઉજવણું કરવું. તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ દાન આપવું.

આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે, આમ કહી ભગવાન અંતરધાન થઈ ગયા.

બ્રાહ્મણ પોતાને ઘરે ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરીઆ સોમવારનું વ્રત લીધું. કારતકની અજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું.

આ પ્રમાણે સોમશર્માએ શ્રદ્ધાભક્તિથી ભાખરીઆ સોમવારનું વ્રત કર્યું. બ્રાહ્મણને સુખ સંપત્તિમાં ખોટ ન રહી. તેના મનના મનોરથો પૂરા થયા. થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો.

સદાશિવની કૃપાથી બંનેને ભાખરીઆ સોમવારનું વ્રત ફળ્યું.

લેખકલોક સંસ્કૃતિ
ભાષાગુજરાતી
કુલ પૃષ્ઠ4
Pdf સાઇઝ0.2 MB
Categoryવ્રતકથાઓ

Related PDFs

ભાઈબીજ કથા PDF In Gujarati

ધરમ રાજા ની વાર્તા PDF

ભાખરીયો સોમવાર મહાદેવની વ્રત કથા અને પૂજા વિધિ – Bhakhariya Somwar Vrat Katha In Gujarati PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!