‘પ્રાર્થના સંગ્રહ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gujarati Prayer Collection’ using the download button.
ગુજરાતી માં પ્રાર્થના સંગ્રહ – Gujarati Prayer For School Student PDF Free Download

ૐૐ તત્સત્ શ્રી નારાયણ તું
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું; સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્ન શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું … ૐૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું.
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ણય
આત્મ-લિંગ શિવ તું … ૐૐ તત્સત્
ૐ તત્સત શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું.
સિદ્ધ બુદ્ધ તું,
સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્
અમે તો તારાં નાનાં બાળ
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ અમે તો તારા.
ડગલે પગલે ભૂલો અમારી, દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ … અમે તો તારાં.
દીનદુઃખિયાના દુ:ખ હરવાને, આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ … અમે તો તારાં.
બાલ જીવન અમ વીતે હર્ષે. ના દુનિયાની મલિનતા સ્પર્શે.
અમારું હસવું રહે ચિરકાળ … અમે તો તારાં.
નિત્યપાર્થના
પ્રાત: પ્રાર્થના – શુરુવાર
છંદ – શિખરિણી
વિધાતા બ્રહ્માંડો અગણિત તણા સર્વ કરતા.
પ્રમાતા ધાતા છો પ્રણતજનનાં કષ્ટ હરતા,
અનાદિમાયાનું ધન તિમિર આ દૂર કરજો,
પ્રભો! સદ્વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજો..
તમારો ગાયે આ અણું અણું મહી સૃષ્ટિ મહિમા,
તમારી આત્મામાં વિલસી રહી છે દિવ્ય પ્રતિમા
બધાં ઐશ્વર્યો તે જગતભરનાં આપ સરજો. પ્રભો
સદા હો સત્સંગે સુરુચિ પથમાં ચિત્ત રમતું,
ન ક્યારે સ્વચ્છંદે કુરુચિ વિષયે થાય ભમતું,
વિચારે આચારે નિત જીવનમાં શ્રેય ધરજો. પ્રભો
ન લોભા ભૂરી જગતગત જંજાળ ભરમાં,
ન લોપાઉ ક્યારે અસુરજન કેરી અસરમાં,
સદા એવું અંતઃકરણ દૃઢ ને શુદ્ધ કરજો,
પ્રભો સદ્વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજો. પ્રભો
Author | – |
Language | Gujarati |
No. of Pages | 118 |
PDF Size | 1.6 MB |
Category | Music |
Source/Credits | archive.org |
ગુજરાતી માં પ્રાર્થના સંગ્રહ – Gujarati Prayer For School Student PDF Free Download