પ્રધાનમંત્રી આવાસ યોજના | PM Awas Yojana Application Form PDF In Gujrati

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘PM Awas Yojana Application Form’ using the download button.

PM Awas Yojana Application Form Gujrati PDF Free Download

PM Awas Yojana Application Form Gujrati

PM Awas Yojana Application Form PDF

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છેપ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે. સમજણ અને યોજનાઓની વિગત

  • વર્ષ ૨૦૧૧ માં થયેલ સામાજીક, આર્થિક વસ્તી ગણતરીમાં જે કુટુંબો ઘર વિહોણા અથવા કાચા ધરમાં રહેતા નોંધવામાં આવ્યા હતા, તેમને પાકું ઘર આપવા માટે આ યોજના અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • આ ઉપરાંત લાભાર્થી ને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત રૂ.૧૭,૯૧૦/- અને શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦/- મળીને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ લાભાર્થીના ખાતામાં ફંડ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ.૧,૨૦,૦૦૦ની સહાય પૂરી પાડવામાં આવે છે, જે પૈકી પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦ આવાસ શરૂ કરતાં પહેલા એડવાન્સરૂપે, બીજો હપ્તો રૂ.૫૦,૦૦૦ આવાસ વીંડોસીલ લેવલ પર પહોંચે ત્યારે તેમજ ત્રીજો હપ્તો રૂ.૪૦,૦૦૦ આવાસ પૂર્ણ થયેથી આપવામાં આવે છે.
  • લાભાર્થીને મકાન બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી ૧૦૦ ચો.મી.નો પ્લોટ વિના મૂલ્યે આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનતા મકાનો ગુણવતા યુક્ત બને તે માટે ગ્રામ્ય વિસ્તારમાં કુશળ કારીગરો ઉપલબ્ધ થાય તે હેતુથી કડિયા તાલીમ હાથ ધરવા ઉપરાંત હયાત કડીયાઓનું જ્ઞાન ચકાસી તેમને પણ તેમના વ્યવસાય માટે પ્રમાણિત કરવા માટે તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે.

યોજના હેતુ અને ઉદ્દેશ

  • રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે.
  • આવાસોનું બાધકામ લાભાર્થીઓ જાતે કરવાનું હોય છે.
  • યોજના વર્ષ ૨૦૧૬-૧૭ થી અમલમાં આવેલ છે.
  • મકાન ઓછામાં ઓછી ૨૫.૦૦ ચો.મી. જમીન પર બનાવવાનું રહેશે.

સહાયનું ધોરણ

  • આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેનો ખર્ચ ૬૦:૪૦ ના ધોરણે ભારત સરકાર, રાજ્ય સરકાર ભોગવે છે જેવી જોગવાઇ અમલી છે.
  • આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ નો ૧,૧૩,૫૯૫ નો લક્ષ્યાંક અને ૨૦૧૭-૧૮ નો ૯૧,૧૦૮ નો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.
  • ૧૦૦% સહાયથી આવાસનો લાભ નિયત યુનિટ કોસ્ટની મર્યાદામાં આપવામાં આવે છે.
  • યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સરકારશ્રી દ્વારા રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય અને મનરેગા હેઠળ ૯૦ માનવ દિનની રોજગારીની રૂ.૧૭૨૮૦/- ની સહાય અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ બનનાર શૌચાલયની સહાય રૂ.૧૨,૦૦૦/- એમ કુલ રૂ.૧,૪૯,૨૮૦/- સહાય મળવા પાત્ર થાય છે.

પસંદગીનું ધોરણ

  • લાભાર્થીની પસંદગી SECC-2011 ના ડેટા પ્રમાણે કરવામાં આવે છે.
  • સરકારે ફાળવેલ ઘરથાળ પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવાનું હોય છે.
  • યોજનાની ગાઇડલાઇન મુજબ આવાસ મંજુરીના એક વર્ષમાં આવાસનું બાધકામ પૂર્ણ કરવાનું રહે છે.
  • યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
  • આવાસ બાંધકામ માટે નિયત પાંચ ઝોનની ૪૪ પ્રકારની ટાયપોલોજી ડીઝાઇનમાંથી પોતાની પસંદગી મુજબ આવાસ બાંધકામ કરી શકે છે. જે જુદા જુદા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતી અને સ્થાનિક લોકોની રૂચિ, રહેણીકરણને ધ્યાને લઇ બનાવવામાં આવેલ છે. રાજ્યના પાંચ ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે.
  • યોજના હેઠળ લાભાર્થીની પસંદગી ગ્રામ સભા દ્વારા થાય છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ ) ના મકાનની ફાળવણીમાં મહિલાઓને અગ્રીમતા આપવાની રહે છે. વિક્લ્પે પતિ અને પત્નિના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવશે.
  • આ યોજનામાં પસંદગીનો ક્રમ નીચે મુજબ રહે છે.
    • વિધવા, છુટાછેડા અપાયેલ અથવા ઘર છોડેલ સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલ અથવા કુટુંબના વડા સ્ત્રીઓ હોય
    • માનસીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )
    • શારીરીક રીતે વિકલાંગ વ્યકિતઓ ( ઓછામાં ઓછી ૪૦% વિકલાંગ ધરાવતી )

લાભાર્થીને હપ્તાવારનું ચુકવણું

  • સહાયની ચુકવણી ( ફંડ ટ્રાન્સર ઓર્ડર (FTO)) થી લાભાર્થીના ખાતામાં સીધી જ કરવામાં આવે છે. આ સહાયની ચુકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવે છે. અને આવાસ સોફ્ટ પર તેઓને મળેલ હપ્તા ચુકવણીની વિગતો પણ જિલ્લાવાર, તાલુકાવાર જોઇ શકાય છે.

યોજનાની ગાઇડલાઇન મુજબ લાભાર્થીના પોતાના હાલના આવાસનો ફોટો કે પોતાની માલિકીના પ્લોટના ફોટોગ્રાફ અને આવાસનું બાંધકામ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ થયેલ આવાસનો ફોટોગ્રાફ એમ ત્રણ તબક્કાના ફોટોગ્રાફ આવાસ સોફ્ટમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન અપલોડ કરવામાં આવે છે

અમલીકરણ સંસ્થા

  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી, ગ્રામ પંચાયત કચેરી
Language Gujrati
No. of Pages20
PDF Size1 MB
CategoryGovernment
Source/Creditsvmc.gov.in

PM Awas Yojana Application Form Gujrati PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!