ગુજરાતની ભૂગોળ | Gujarat ni Bhugol PDF In Gujarati

ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને તાલગુજરાત એમ ત્રણ ભૌગોલિક પ્રદેશોમાં વહેંચાયેલી છે. ગુજરાતનો કુલ વિસ્તાર 1,96,024 ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમા ક્રમે છે.

નમસ્તે મિત્રો જો તમે ગુજરાત ની ભુગોલ PDF શોધી રહ્યા છો તો તમે યોગ્ય સ્થાને છો અમે ગુજરાત ની ભુગોલ PDF બુકની લિંક્સ/PDF આપીએ છીએ ડાઉનલોડ કરો આ PDF વિદ્યાર્થીઓને GPSC GSSSB GFSSE તલાટી બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, UPSC, SSC ની તૈયારી કરવામાં મદદ કરશે. , બેંક પરીક્ષા અને ગુજરાતમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા.

ગુજરાતની ભૂગોળ – Gujarat ni Bhugol Gujarati PDF Free Download

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર મુજબ, ગુજરાતની ભૂગોળ પાંચ કુદરતી રચનાઓમાં વહેંચાયેલી છે.સિંધુ એસ્ટ્યુરી-અરબી સમુદ્રના મેન્ગ્રોવ્સ કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરહદ નજીક જોવા મળે છે.

કાઠિયાવાડ-ગીરના સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી વિસ્તરેલા છે. મધ્યમાં ગિરનારનું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો 25 મીટર સુધી ઊંચા છે અને કાંટાવાળા છોડ પણ જોવા મળે છે. ખેતી અને પશુધન ચરવાના કારણે છેલ્લી કેટલીક સદીઓમાં આ વિસ્તારનું જંગલનું વાતાવરણ બદલાયું છે.

દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ આવે છે, જે 45 મીટરની ઊંચાઈ સુધીના વૃક્ષો સાથે વરસાદી જંગલ જેવું વૈવિધ્યસભર વાતાવરણ ધરાવે છે. કાઠિયાવાડનો ઉત્તર ભાગ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો અને રાજસ્થાન સુધી કાંટાવાળી વનસ્પતિ છે. કચ્છનું રણ એ ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું રણ છે.

ભૂસ્તર રચના, ભૂપૃષ્ઠ અને જળપરિવાહ

કોઈ પણ પ્રદેશના માનવજીવન પર જે તે પ્રદેશના ભૌગોલિક પર્યાવરણની સ્પષ્ટ છાપ જોઈ શકાય છે. પ્રદેશના ભૌગોલિક પર્યાવરણના નિર્માણમાં એની ભૂસ્તરીય રચનાનો પણ ફાળો હોય છે. એથી જ પ્રદેશના ભૌગોલિક અભ્યાસમાં એની ભૂસ્તર રચનાનો પણ વિચાર કરવામાં આવે છે.

ભૂકવચની ઉપરની સપાટીમાં આવેલા વિવિધ પ્રકારના ખડકો અને ખડક સ્તરોનો અભ્યાસ, એની ભૂસ્તર રચનાના અભ્યાસમાં આવરી લેવાય છે. ભૂપૃષ્ઠ અને ભૂમિસ્વરૂપોની રચના, જમીનોની રચના, બંધારણ અને પ્રકાર વગેરે કેટલીક મહત્ત્વની બાબતો જે તે પ્રદેશની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે.

ભૂસ્તરીય દૃષ્ટિએ ગુજરાતને તદ્દન નવા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાં ગુજરાતનો ભૂસ્તરીય ઇતિહાસ ઘણો જૂનો અને લાંબો છે. આર્કિયન યુગથી અર્વાચીન યુગ સુધીના સમયગાળામાં ગુજરાતે ઘન્ની ભૂસ્તરીય હિલચાલો અનુભવી છે.

ગુજરાતમાં આયિન યુગના જૂનામાં જૂના ખડકોથી શરૂ કરીને અર્વાચીન યુગના કાંપના ખડકો ધરાવતા પ્રદેશો પણ આવેલા છે. વિશ્વમાં બધા મળીને 17 ભૂસ્તર પેટાવિભાગો સામાન્ય મનાય છે, એમાંથી માત્ર 8 વિભાગોના ભૂસ્તરો ગુજરાતમાં મળે છે, બાકીનાનો તદ્દન અભાવ છે.

કોઠા નં.2.1માં સમગ્ર ગુજરાતમાં મળી આવતા ભૂસ્તરો, તેમના ક્રમ અને સમયવય પ્રમાણે ગોઠવ્યા છે. આ આઠમાંથી પણ, ઘણાં ભૂસ્તરો તેમની પૂર્ણાવસ્થામાં મળતાં નથી. તેમનો થોડોક જ ભાગ છૂટાછવાયા પ્રદેશોમાં દેખાય છે.

ભારતના બીજા ભાગોની જેમ ગુજરાતના ભૂસ્તર ઇતિહાસમાં કેટલાય મોટા ખાલી ગાળાઓ આવતા હોવાથી. એ અપૂર્ણ છે. આમ, પેલિયોઝોઈક યુગ અને મૈસોઝોઈક યુગના ઘણા વિભાગો ગુજરાતમાં મળતા નથી. જયારે પ્રિ-કૅમ્બ્રિયન અને ટિશઅરી યુગના સ્તરો સારા પ્રમાણમાં મળી આવે છે.

ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતા બેસાલ્ટીક લાવાથી રચાયેલા અગ્નિકૃત ખડકો, ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા છે. પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગમાં ગ્રેનાઈટ અને નીસ ખડકો મળી આવે છે.

ઉત્તર ભારતના ગંગા-સતલજના મેદાન સાથે સંકળાયેલા, ઉત્તર ગુજરાતના પ્રદેશને બાદ કરતાં સમગ્ર ગુજરાતની રચના. ફાટ-પ્રસ્ફોટન દ્વારા લાવા બહાર નીકળીને સપાટી પર પથરાતા થયેલી છે. ડેક્કન ટ્રેપ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં, મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્ર તથા નર્મદાની દક્ષિણના તળગુજરાતના પ્રદેશમાં મળી આવે છે.

તાપીનો ખીણ પ્રદેશ તથા દક્ષિા ગુજરાતના મેદાનની રચના લાવાના ખડકો ઘસાઈને છૂટા પડેલા કાંપના નિક્ષેપ દ્વારા અર્વાચીન સમયમાં થયેલી છે. દક્ષિણ ગુજરાતની નદીઓ દ્વારા પથરાયેલા કાંપથી કાળી કપાસની જમીનની રચના થઈ છે, તો બનાસ, સરસ્વતી અને રૂપેણ જેવી નદીઓ દ્વારા નિક્ષેપ થયેલા કાંપથી ગંગા-સતલજના મેદાન જેવા. ઊંડાઈ સુધી કાંપની જમીનવાળા ઉત્તર ગુજરાતના મેદાનની રચના થઈ છે.

સૌરાષ્ટ્રના મૂળ ખડકો ગ્રેનાઈટ પ્રકારના હતા, પણ પાછળથી ફાટ-પ્રસ્ફોટન થતા, લાવા પથરાઈ જતાં તથા ઘસારાની લાંબી પ્રક્રિયાને પરિણામે બેસાલ્ટ પ્રકારના ભૂમિસ્વરૂપો રચાયા. ગીર તથા બીજી ટેકરીઓના વિસ્તારો ગ્રેનાઈટના બનેલા છે.

પોરબંદરનો કિનારાનો વિસ્તાર, જ્યાં પોરબંદર પથ્થર’ તરીકે ઓળખાતો પથ્થર મળે છે તથા દ્વારકાનો ચૂનાના ખડકોનો વિસ્તાર અને કચ્છનો ડુંગરાળ વિસ્તાર અગ્નિકૃત ખડકો ધરાવે છે.

પ્રિ કેન્દ્રીયન અથવા ઓયિન યુગના ખડકો ગુજરાતના આશરે 19,553 ચોરસ કિમી એટલે કે, કુલ વિસ્તારના 100 ટકા વિસ્તારમાં જોવા મળે છે. તેમાં 60 કરોડ વર્ષથી શરૂ કરીને બે અબજ વર્ષ પહેલાં રચાયેલા ગ્રેનાઈટ, નીસ અને શિસ્ટ જેવા અગ્નિકૃત અને વિકૃત ખડકો મળી આવ્યા છે.

આર્કિયન યુગના સૌથી જૂના વિકૃતિ પામેલા નીસ ખડકો છોટાઉદેપુર, બોડેલી અને સંખેડાના પૂર્વ ભાગમાં જોવા મળે છે. આ ખડકોમાં વિવિધ પ્રકારના મિશ્રિત થયેલા નીસ કો છે. તેમાંથી મોટા ભાગનાં અગ્નિકૃત ખડકોમાંથી ઉદ્દભવેલા છે. આ પ્રાચીન ખડકોમાં ગ્રેનાઈટ અને પેગ્મેટાઈટન પણ ગણાવી શકાય.

આર્કિન યુગનો અંત ભાગ ધારવાડ સમય કહેવાય છે. ગુજરાતમાં તે સમયના સ્તરોને અરવલ્લી સ્તરો તરીકે ઓળખવામાં આવે છે. આ કારી વર્ગોદરાથી ઈશાન ભાગમાં 40 કિમી દૂર ચાપાનેરમાં તથા નમદા ખીણમાં મળી આવ્યા છે. આવો સૌથી મોટો વિસ્તાર પાવાગઢનો છે, જે આરારે 32 કિમીમાં વિસ્તરેલો છે.

આ સ્તરોમાં મુખ્યત્વે કાઈલાઈટ અને અંતસ્કૃત ગ્રાઈટ સાથે કવાટ્નાઈટ આરસના ખડકો સહેલા છે. આ સ્તરો દ્વારા સીધા મેળવવાની લાંબી ટેકરીઓની રચના થયેલા છે.

Language of PDFGujarati
Pages of PDF252
PDF Size24.7 MB
CategoryEducation
Source/Creditdrive.google.com

ગુજરાતની ભૂગોળ Gujarati PDF Download Link, Click the below button and you will get PDF directly

ગુજરાતની ભૂગોળ – Gujarat ni Bhugol Gujarati PDF Free Download

1).Anamika Academy Jilla pdf: Pdf Download

2). ગુજરાતની ભૂગોળના વન-લાઇનર પ્રશ્નો pdf : Pdf Download

3). ગુજરાતના 33 જિલ્લા : Pdf Download

4). Gujarat ni Bhugol Handwritten : Pdf Download

5), Gujarat ni Bhugol ICE pdf : Pdf Download

6). success cereer Academy Bhugol: Pdf Download

7). Haitaben Sedani Bhugol : Pdf Download

If the download link of 'ગુજરાતની ભૂગોળ PDF - Gujarat ni Bhugol Gujarati PDF' is not working or you feel any other problem with it, please Leave a Comment. If 'ગુજરાતની ભૂગોળ PDF - Gujarat ni Bhugol PDF In Gujarati' is a copyright material Report This. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!