ગરુડ પુરાણ – Garud Puran Book/Pustak PDF Free Download

શ્વાસરોગનું નિદાન
ધન્વન્તરિએ કહ્યું–હવે હું શ્વાસરોગનું નિદાન કરી રહ્યો છું. કાસરોગ’ (ઉધરસ) પાકી જવાથી શરીરમાં શ્વાસરોગ ઉત્પન્ન થાય છે અથવા શરૂઆતમાં વાત, પિત્ત તથા કફથી થતા દોષોના વકરવાથી આ રોગ ઉત્પન્ન થાય છે.
આ રોગની ઉત્પત્તિ આમાતિસાર, વમન, વિષપાન અને પાંડુરોગ તથા તાવથી પણ થાય છે. ધૂળ, તડકો તથા ઠંડા પવનના સેવનથી આ રોગ થઈ શકે છે.
મર્મસ્થળે આઘાત થવાથી અને બરફવાળું પાણી પીવાથી પણ આ રોગ વકરે છે. આ રોગ ક્ષુદ્ર, તમક, છિન્ન, મહાન્ તથા ઊર્ધ્વ નામે પાંચ પ્રકારનો માનવામાં આવે છે.
કફ દ્વારા સામાન્ય રીતે શરીરમાં અવરોધક ગતિવાળો સર્વવ્યાપી વાયુ શ્વાસવાહી, જળવાહી, અન્નવાહી તથા રક્ત પિત્તાદિજન્ય સ્રોતોમાં વકરીને જ્યારે હૃદયમાં આવી જાય છે, ત્યારે તે આમાશયમાં શ્વાસરોગને ઉત્પન્ન કરે છે.
આ રોગનું પૂર્વરૂપ આ પ્રમાણે હોય છે રોગીના હૃદય અને પડખાના ભાગમાં શૂળ ઊપડે છે, પ્રાણવાયુ શરીરમાં અવળી ગતિએ પ્રવાહિત થવા લાગે છે,
રોગીના મોઢેથી દુખાવાને કારણે કણસવાનો અવાજ નીકળ્યા કરે છે, તૂટેલો શંખ વગાડતાં જેવો ધ્વનિ નીકળે છે, તેવો રોગીના શરીરની પીડાના ગણે નીકળે છે.
હિક્કા (હેડકી)નું રોગ-નિદાન
ધન્વન્તરિએ કહ્યું-હે સુશ્રુત ! હવે હું હેડકીના રોગના નિદાન વિશે કહીશ, તમે સાંભળો. શ્વાસરોગનાં જે-જે નિદાન–પૂર્વરૂપ, સંખ્યા, પ્રકૃતિ અને આશ્રયસ્થાન કહ્યાં છે, તે જ હેડકી રોગનાં પણ હોય છે.
આ હેડકી પાંચ પ્રકારની હોય છે – ભક્તોદ્ધવા (ભોજનથી થનારી), ક્ષુદ્રા, યમલા, મહતી અને ગંભીરા. તૂરું, (પ્રકૃતિનું) ગરમ, તમતમતું તથા અસાત્મ્ય (વિપરીત) ભોજન અથવા પીવાના પદાર્થોના સેવનથી વકરેલો વાયુ હેડકીરોગ ઉત્પન્ન કરે છે.
આ હેડકીના રોગમાં રોગી શ્વાસ લેતો રહીને ક્ષુધાનુગામી મન્ત્ર-મન્ત અવાજ કરે છે. ભોજન તથા પીવાના પદાર્થોનું અયુક્તિપૂર્વક સેવન કરવાથી જે હેડકી રોગીને આવે છે, તેને અન્નની હેડકી કહે છે.
આ હેડકી સાત્મ્ય (સમ) ભોજન લેવાથી શાન્ત થઈ જાય છે. વધારે પરિશ્રમ કરવાથી શરીરમાં વકરેલો વાયુ ‘ક્ષુદ્રાહિક્કા’ (હેડકી) ઉત્પન્ન કરે છે.
તે ગળાના મૂળમાંથી નીકળીને ધીરે ધીરે ગળાની બહાર આવે છે. આ રોગ વધારે પરિશ્રમ કરવાથી વધી જાય છે, પરંતુ યથોચિત માત્રામાં ભોજન કરી લેવાથી શાન્ત થઈ જાય છે.
જે હેડકી1 ઘણા સમયથી એક કે બે વાર ઝડપથી આવે છે, પરિણામે તે ધીરે ધીરે વધે છે. જે પોતાના વેગથી રોગીના ગળાને અને માથાને ધ્રુજાવી દે છે, તેને યમલા’ હેડકી કહે છે.
આમાં રોગી પ્રલાપ કરે છે તથા તેને ઊલટી થાય છે અને તેને અતિસાર થઈ જાય છે, નબળાઈથી તેની આંખો બેસી જાય છે અને બગાસાં આવે છે. આવાં લક્ષણોવાળી હેડકીને ત્વરિત પરિણામ આપનારી ‘યમલા હિક્કા’ કહે છે.
રાજયક્ષમાનું નિદાન
ધન્વન્તરિએ કહ્યું–હવે હું હેડકી રોગ પછી યશ્નારોગના નિદાનને સારી પેઠે કહી રહ્યો છું. રાજયમાારોગની પહેલાં મનુષ્યના શરીરમાં અનેક રોગ રહેતા હોય છે અને પછી અનેક રોગ થઈ જાય છે.
આ રોગને રાજયમાા, ક્ષય, શોષ તથા રોગરાજ પણ કહે છે. પ્રાચીનકાળમાં નક્ષત્ર અને દ્વિજોના રાજા ચન્દ્રમાને આ રોગ થયો હતો. એક તો તે રોગોનો રાજા છે અને બીજુ આનું નામ યક્ષ્ા છે.
તેથી આને ‘રાજયમાા’ કહે છે. આ ગ્રેગ શીર અને ઔષધિ બન્નેનો ક્ષય કરી નાખે છે તથા શરીર અને ઔષધિનો વિનાશ કરી નાખનાર રોગરૂપે આ ઉત્પન્ન થાય છે, તેથી આનું નામ ક્ષય છે.
આ રસાદિ ધાતુઓનું શોષણ કરવાના કારણે શોષ નામે પણ ઓળખાય છે. રાજાની જેમ રોગોનો આ રાજા છે, તેથી રોગરાજ નામે ઓળખાય છે.
સાહસનાં કામ એવાં મળ-મૂત્રના વેગને બળપૂર્વક રોકવો, શુક્રૌજ (શુક્રની વિષમતા), શરીરની સ્નિગ્ધતાનો નાશ તથા સંયમિત આહાર-વિહારનો પરિત્યાગ – આ ચાર આ યÆારોગની ઉત્પત્તિનાં કારણ છે.
શરીરમાં તે જ કારણોથી વકરેલો વાયુ પિત્ત તથા કફને વ્યર્થમાં જ વકરાવી દે છે. ત્યાર પછી તે શરીરના સાંધાઓમાં પ્રવેશ કરીને તેમની નસોને પીડિત કરતો રહીને રક્ત, અન્ન, રસવાહી વગેરે બધા સ્રોતોનાં મુખને બંધ કરી દે છે
અથવા તે રીતે એ બધાંને છોડીને હૃદયભાગમાં જઈ પહોંચે છે અને તેને મધ્યથી, ઉપરથી, નીચેથી તથા ત્રાંસી – બધી રીતે વ્યથિત – કરે છે.
લેખક | – |
ભાષા | ગુજરાતી |
કુલ પૃષ્ઠ | 983 |
PDF સાઇઝ | 4.8 MB |
Category | Religious |
ગરુડ પુરાણ – Garuda Purana Book/Pustak PDF Free Download